છીપવાડ ચોક ગાંધી બજાર રોડ ઉપર ગટર લાઇનમાં મોટો ખાડો પડેલ છે. આ ખાડાની સમસ્યા અંગે નગરપાલિકાનું ધ્યાન દોરવા છતાં યોગ્ય કામગીરી કરવામાં આવી નથી તેથી લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટીનાં ઇમ્તીયાઝ ખાન પઠાણ દ્વારા કલેકટરને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર છીપવાડ ચોક ગાંધી બજાર મેઇન રોડ પર જયાં ચાર રસ્તા પડે છે ત્યાં 11 ફૂટ ઊંડો અને 12 ફુટ લાંબો ખાડો પડેલ છે જેથી રાહદારીઓ અને વાહનચાલકો વારંવાર ખબકે છે. પરંતુ સદનસીબે આજુબાજુનાં દુકાનવાળા વખતો વખત તેમને બચાવી લે છે. વરસાદી પાણી ભરાવાના કારણે આ ખાડો જણાતો નથી તેથી રાહદારીઓ અને વાહનચાલકો ખાડામાં ખાબકતાં હોવાના બનાવો વધુ બને છે. તાજેતરમાં એક બનાવમાં ઝોમેટોમાં કામ કરતાં યુવક બાઇક સાથે આ ખાડામાં પડી ગયો હતો. જેને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ અંગે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. આ ખાડામાં રોજને રોજ વાહનચાલકો અને રાહદારીઓ પડે છે કેમ કે આ વિસ્તાર કતોપોર બજાર, ચાર રસ્તા, મહંમદપુરા વગેરે તરફ જતાં રસ્તાની વચ્ચોવચ્ચ આવેલ છે.
ભરૂચ : છીપવાડ ચોક ગાંધી બજાર રોડ ઉપર ગટર લાઇનમાં મોટો ખાડો પડેલ છે તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટીએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.
Advertisement