Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા તમામ સંકુલોને વ્યવસાયવેરો ભરવા અંગે તાકીદ કરવામાં આવી છે.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી દુકાનો, વ્યાપારી સંસ્થાઓ , હોટેલો , પ્રાયવેટ બેંક , પ્રાયવેટ સ્કૂલ ,દરેક પ્રકારના ક્લાસ , કેબલ ઓપરેટર, વીમા એજન્ટો , સોલિસિટરો , કાયદા વ્યવસાય (નોટરી સહિત ), આર્કીટેક તથા એન્જિનિયરો , કન્સલ્ટન્ટો, ઍકાઉન્ટન્ટો, આંગડિયા પેઢી , સહકારી મંડળીઓ વગેરેના ધંધા ધારકોને નગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે કે એમનો બાકી પડતો વ્યવસાય વેરો ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં નગરપાલિકાની વ્યવસાયવેરો શાખામાં ભરવાનો રહેશે.સપ્ટેમ્બર માસ બાદ વ્યવસાયવેરો ભરનારને વાર્ષિક ૧૮% લેખે તેમજ માસિક ૧.૫% લેખે દંડ સાથે વ્યવસાયવેરો ભરવાનો રહેશે જેની જાહેર સંસ્થાઓએ નોંધ લેવી. તેમજ જે સંસ્થામાં પગારદાર કર્મચારીઓનો માસિક વ્યવસાયવેરો ભરવાનો રહેશે.આમ કરવામાં ચૂક થશે તો જે-તે સંસ્થાના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે .જેની ખાસ નોંધ લેવી એમ નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

જન્મોજનમ સુધી એકબીજાના બની જઇએ આપણે પ્રેમના સબંધને વધુ મજબુત કરીએ…

ProudOfGujarat

કોરોના કહેર યથાવત, સાવચેતી એ જ સલામતી, ભરૂચનાં કોવિડ સ્મશાનમાં ગત રોજથી આજે સવાર સુધી ૩૪ મૃતદેહનાં કોવિડ પ્રોટોકોલથી અગ્નિદાહ અપાયા..!!

ProudOfGujarat

ગોધરા : આજના દિવસને શા માટે ઉજવવામાં આવે છે ડોકટર ડે જાણો વિગતે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!