ભરૂચ જીલ્લામાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમ્યાન આમોદ તાલુકામાં 7 મી.મી., અંકલેશ્વર તાલુકામાં 5 મી.મી., જંબુસર તાલુકામાં 8 મી.મી., નેત્રંગ તાલુકામાં 3 મી.મી., વાલિયા તાલુકામાં 3 મી.મી., ઝધડીયા તાલુકામાં 3 મી.મી., મળી કુલ 29 મી.મી., વરસાદ વરસ્યો હતો. ભરૂચ જીલ્લામાં વરસાદે આંશિક વિરામ લીધો હોય તેમ જણાય રહ્યું છે. જયારે તંત્ર દ્વારા જણાવ્યા મુજબ સરદાર સરોવર ડેમમાંથી તા.26-8-2020 ના રોજ સવારે 6 કલાકે 1 લાખ કયુસેક પાણી છોડવામાં આવેલ છે જેને વધારીને 2 લાખ કયુસેક પાણી સુધી જઇ શકે તેમ છે. તેથી ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી પાસેનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સાથે માછીમારોને માછીમારી ન કરવા અંગે ચેતવણી આપી નિવાસી અધિક કલેકટર ભરૂચએ જણાવેલ છે. જોકે આજે સવારે 10 વાગ્યે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 8.25 ફૂટ નોંધાય હતી. જયારે જીલ્લામાં આવેલ ડેમની સપાટી જોતાં ધોલી ડેમ 20 સેન્ટિમીટર, પિંગુટ ડેમ 22 સેન્ટિમીટર, બલદેવા ડેમ 26 સેન્ટિમીટર છે. તે સાથે આમોદ નજીક વહેતી ઢાઢર નદી 96 ફૂટની સપાટીએ વહી રહી છે તેમ તંત્રના સૂત્રોએ જણાવ્યુ હતું.
ભરૂચ : કયાં કેટલો વરસાદ વરસ્યો, ડેમની સપાટી અને નર્મદા નદીની સપાટી વિશે જાણો વધુ.
Advertisement