દિનેશભાઇ અડવાણી
હાલ જયારે મંદી અને મોંઘવારીનો સમય ચાલી રહ્યો છે ત્યારે આમ પણ વેપાર ધંધામાં મંદીનો માહોલ છે ત્યારે ગાંધી બજારના વેપારીઓએ તેમની દુકાનની પાસેથી ઉભરાતી ગટરોના પગલે ગ્રાહકો આવતા નથી. ગ્રાહકોને દુકાન સુધી પોહ્ચવા પાટિયા પરથી પસાર થવું પડે છે. એટલું જ નહિ પરંતુ કેટલીકવાર ગટરો બ્લોક થતા ગટરોનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળે છે. જેના પગલે ગ્રાહકોને વધુ તકલીફ પડી રહી છે. તેવામાં વરસાદ વર્ષે ત્યારે વરસાદનું અને ગટરનું પાણી ભેગું થતા જળબંબાકારના દ્રશ્યો સર્જાય છે.ગાંધી બજાર વર્ષો થી ભરૂચ નગર માટે મુખ્ય વેપારી મથક છે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ આજે પણ લોકો છૂટક અને જથ્થાબંધ ચીજવસ્તુઓની ખરીદી કરવા આવે છે. આ સમસ્યા અંગે વારંવાર ભરૂચ નગર પાલિકા અને અન્ય તંત્રને લેખિત અને મૌખિક જાણ કરી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે વેપારીઓ આંદોલનનું શસ્ત્ર ઉગામે તેવી સંભાવના છે.