ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાનાં રાજપારડી પોલીસ સ્ટેશનનાં શ્રવણકુમાર વસાવા, દિનેશભાઇ વસાવા આમ ૨ પોલીસ કોનસ્ટેબલો અને ભરૂચ બી ડિવીઝન પોલીસ સ્ટેશનના ફિરોઝભાઇ મુલ્તાની પોલીસ કોનસ્ટેબલને વડોદરા રેન્જ આઇ.જી.હરિકૃષ્ણ પટેલ દ્વારા વડોદરા ખાતે સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦૧૮ ના વર્ષમાં ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી વિસ્તારમાં ભારે વરસાદના પગલે ભુંડવા ખાડીમાં વરસાદી પુર આવ્યુ હતુ તે દરમિયાન એક એસ.ટી.બસ અવિધા ગામ તરફ જવાના માર્ગ પર ભુંડવા ખાડીના પુલ પર મુસાફરો સાથે ફસાઇ હતી રાજપારડી પોલીસને ઘટના અંગેની માહિતી મળતા પોલીસના જવાનો તુરંત પહોંચ્યા હતા અને એસ.ટી.બસમાં ફસાયેલા ૧૭ મુસાફરોને પોતાની જીવની ચિંતા કર્યા વગર રેસ્કયુ કરી બચાવ્યા હતા તે વખતે સી.એમ.સહિત ગૃહમંત્રીએ રાજપારડી પોલીસની કામગીરી બિરદાવી હતી. તદઉપરાંત તાજેતરમાં ભરૂચ ખાતે પણ રાષ્ટ્રપતિ ચંદ્રક સાથે એકલાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપી પોલીસના કોન્સટેબલોને સન્માન આપવામાં આવ્યુ હતુ. પાછલા વર્ષે પણ રાજપારડી પાસેના જુની જરસાડ ગામે પુરના પાણી પ્રવેશી જતા અંદાજે ૩૨ જેટલા ગ્રામિણો ફસાયા હતા રાજપારડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જયદિપસિંહ જાદવે પોલીસના કોનસ્ટેબલો સાથે ઘટના સ્થળે પહોચીને અંદાજે ૩૨ જેટલા ગ્રામિણોને રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા આમ રાજપારડી પોલીસની કામગીરીને સહુએ આવકારી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.