Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : તડીપાર થયેલ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ

Share

ભરૂચ, સુરત, નર્મદા અને વડોદરા જિલ્લામાંથી તડીપાર થયેલ આરોપી ઝાડેશ્વર વિસ્તારમાં જણાતા એલ.સી.બી પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો. એલ.સી.બી. પોલીસને મળેલ બાતમી અનુસાર તડીપાર થયેલ આરોપીને ઝાડેશ્વર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એલ.સી.બી. પી.આઈની સૂચના અનુસાર વિશાલ ઉર્ફે પોપટ મહેશ વસાવા રહે. ધોળીકુઇ ભાલીયા વાડનાં ટેકરો નાઓને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેને પ્રોહીબિશનનાં ગુનાઓ અંગે ભરૂચ, સુરત, નર્મદા અને વડોદરા જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. આરોપીને ઝડપી સી ડિવિઝન પોલીસને સોંપવામાં આવેલ છે. આ કામગીરીમાં એલ.સી.બી. પી.એસ.આઈ એ. એસ. ચૌહાણ અને તેમની ટીમે મહત્વની કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લાના ફાજલપુર ખાતે મહીસાગર માતાજીના મંદિરે મહી બીજના પર્વનો ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

ઝારખંડમાં મોહરમના જુલૂસની તૈયારી દરમિયાન હાઇ વૉલ્ટેજ તાર તાજિયા સાથે સંપર્કમાં આવતા 4 ના મોત

ProudOfGujarat

વિશ્વ વેટરનરી દિવસે વડોદરા જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા પશુ આરોગ્ય કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!