વિતેલા દિવસોમાં જન્માષ્ટમી પર્વનાં રોજથી વરસાદે બેટિંગ કરવાની શરૂ કરી હતી તે આજદિન સુધી વરસાદની ઝડપી બેટિંગ સતત ચાલુ રહી છે. જેના પગલે જીલ્લામાં સર્વત્ર જળનબંબાકારનાં દ્રશ્યો સર્જાય રહ્યા છે. ત્યારે ખેડૂતો હવે વરસાદ વિરામ લેય તેવી પાર્થના કરી રહ્યા છે. જેથી ખેતીનાં કામ થઈ શકે. તા.25-8-2020 નાં રોજ સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમ્યાન આમોદમાં 3 મી.મી., અંકલેશ્વરમાં 1 ઇંચ કરતાં વધુ, જયારે ભરૂચ, હાંસોટ અને વાલિયામાં પણ 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. જયારે જંબુસરમાં 3 મી.મી., વાગરામાં 5 મી.મી., ઝધડીયામાં 14 મી.મી., વરસાદ વરસ્યો હતો. હજી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
Advertisement