ભરૂચ નગરમાં દિન પ્રતિદિન મચ્છરોનાં ઉપદ્રવ વધી રહ્યો છે હવે કોરોના યુગની સાથે સાથે મેલેરિયા, ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુનો યુગ પણ આવે તેવી શકયતા જણાય રહી છે. તેવા સમયે મેલેરિયા શાખામાં હાલ પણ જરૂર કરતાં ઓછો સ્ટાફ ભરૂચ નગરપાલિકા પાસે છે. તેવામાં ભરૂચ નગરપાલિકાનાં મેલેરિયા ખાતાનાં કર્મચારીઓને હાઉસ ટેકસનાં બિલો વહેંચવા અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. જેનો નગરપાલિકા વિરોધપક્ષનાં નેતા સમશાદ અલી સૈયદએ વિરોધ કરી આ અંગે નગરપાલિકા મુખ્ય અધિકારી સંજય સોનીને પત્ર લખી તાત્કાલિક ધોરણે મેલેરિયા શાખા કર્મચારી પાસેથી આ કામગીરી પરત લઈ તેમને માત્ર મેલેરિયાની જ કામગીરી સોંપવા રજુઆત કરેલ છે.
Advertisement