ભરૂચ નગરનાં તમામ મુખ્ય રસ્તા તેમજ અન્ય રસ્તાઓ પર ખૂબ ઊંડા ખાડાઓ જણાતા હતા જેના પગલે રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને વાંચા આપવા ભરૂચ નગરપાલિકાનાં દંડક અને સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા તેમજ તેમની સાથેના આગેવાનો દ્વારા ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાલાને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તાકીદે રસ્તા રિપેરિંગ કામ કરવાની રજુઆત કરવામાં આવી હતી. આવેદનપત્રની સીધી અસર થઈ હોય તેમ નગરપાલિકા તંત્ર દ્વારા યુદ્ધનાં ધોરણે રસ્તાનાં કામકાજ શરૂ કરી દેવાયા છે.
વિવિધ રસ્તાઓ પર પડેલ ઊંડા ખાડા પૂરવાની શરૂઆત કરાતા એક સાથે 5 થી 6 સાઇટ પર કામ શરૂ કરાતા આવેદનપત્રનો સીધો પડધો પડયો હોય અને તંત્ર દોડતું થયું હોય તેમ કહી શકાય.
Advertisement