Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરનાં સિંધવાઈ માતાનાં મંદિર પાસે વૃક્ષ ધરાશાય થયું

Share

ભરૂચ નગર સિંધવાઈ માતાનાં પ્રાચીન મંદિર પાસે આવેલ એક વૃક્ષ ધરાશાય થયું હતુ. કડાકા ભેર આ વૃક્ષ ધરાશાય થયું હતુ. આ તોતિંગ વૃક્ષ તૂટી પડયું તેની પાસે જ સાંસદ મનસુખ વસાવાની કાર પાર્ક કરેલ હતી. સાંસદ મનસુખ વસાવા મિટિંગમાં હાજરી આપવા વિશ્વકર્માની વાડીમાં આવ્યા હતા તેમની કારને કોઈ નુકશાન થયું ન હતું.

જોકે આ ઘટનાનાં પગલે નાસભાગ મચી ગઇ હતી. આ તોતિંગ વૃક્ષ ધરાશાય થતાં તરત જ ફાયરબ્રિગેડનાં જવાનોને જાણ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ થઈને શક્તિનાથ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી. જોકે ગણતરીનાં સમયમાં ફાયરબ્રિગેડનાં જાવાનોએ રસ્તા પરથી ઝાડ દૂર કરાતા ટ્રાફિકની સમસ્યા હળવી તહતા વાહન વ્યવહાર ધીમે ધીમે શરૂ થયો હતો.

પરંતુ સાંસદ મનસુખ વસાવાની કાર નજીક જ વૃક્ષ ધરાશાય થઈ હોવાની ઘટના વાયુવેગે ફેલાતા સાંસદ પર સંખ્યાબંધ ફોન આવ્યા હતા અને કેટલાક લોકો ઘટના સ્થળ પર આવી ગયા હતા.

Advertisement

Share

Related posts

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો ઓપરેટિવ બેંકમાં ડાયરેકટર પદે ફોર્મ રદ કરાતા હરીફ ઉમેદવારોનું રાજકીય કાવતરું હોવાનું સંદીપ માંગરોલાની શંકા : પ્રાંત અધિકારી ઓફિસની બહાર બેઠા ધરણાં પર…

ProudOfGujarat

ઝઘડિયા : પાણેથા ગ્રામ પંચાયત દ્વારા ઓવરલોડ વાહનોને જાહેરનામાનો અમલ કરાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ

ProudOfGujarat

ઝઘડિયાના વલી ગામે આંકડાનો જુગાર રમાડતો એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!