ભરૂચના સોનેરી મહેલ ઢોળાવ પર પાલિકા દ્વારા બનાવાયેલ ગેબીયન વોલ પરથી રતન તળાવમાં બની રહેલ 7X કોરીડોર માં પ્રવેશ સામે કામચલાઉ મનાઈ હુકમ જીલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવ્યો છે.
ભરૂચ નગરપાલિકાના તત્કાલિન મુખી અધિકારી કેતન વાનાણી એ સત્તા બહાર બૌડા કચેરીના નકશામાં દર્શાવેલ ભરૂચ શહેરના સોનેરી મહેલ પાંચબત્તીવાળા હયાત રસ્તાની પૂર્વ આશરે 18 મીટર દૂર સુધીના રતન તળાવના પરીસરમાં માટી પૂરાણ કરી ભરૂચ નગરપાલિકા દ્વારા ગેબીયન વોલનું બાંધકામ કરવામાં આવ્યું છે. તે મૂકીને જે જમીન માલિક જગ્યાએ આવેલ છે તેનો અભ્યાસ કર્યા વગર મુખી અધિકારે એ જમીન માલિકને સરકારી જમીન તથા ગેબીયન વોલ ઉપરથી પ્રવેશ અધિકાર આપેલ છે. જે રદ કરવાથી ગુજરાત મ્યુનિસિપલ એક્ટ ની કલમ 25 હેઠળ ભરૂચના આર.ટી.આઈ એક્ટિવિસ્ટ ધવલ કનોજીયાએ જીલ્લા કલેકટર ભરૂચની કોર્ટમાં રજૂ કરી હતી.
આ વિવાદીક કેસમાં ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી ભરૂચના પત્રક્રમાક સીએ/296 તારીખ 17-10-2015 ને ધ્યાનમાં લેતા ગુલામ મુસ્તફા કોન્ટ્રાકટર દ્વારા ભરૂચ શહેરના વોર્ડ નંબર 3 અનુક્રમાંક નંબર 2668/1 પૈકી ક્ષેત્રફળ 1754.48 ચોરસ મીટર વાળી જમીનમાં બોડા, કચેરી ના બાંધકામ પરવાનગી માંગેલી માંગણી કરતાં મુખી અધિકારીઓ ના વાંધા પ્રમાણ પત્ર આપેલ છે પરંતુ આ જમીનની પશ્ચિમ દિશા તરફ શહેર ના પાંચ બત્તીથી સોનેરી મહેલ તરફ જતો હયાત રસ્તો આવેલ છે. જે રસ્તો નગરપાલિકાના હદમાં આવતો હોય તથા નગરપાલિકાની માલિકીનો જણાવેલ છે જે રસ્તા પરથી એન્ટ્રી મેળવી બાંધકામ પરવાનગી આપવામાં વાંધા હરકત નથી તે મુજબનો અભિપ્રાય આપેલ છે જે નિયમ અનુસાર ન હોય તે સામે અરજી કરવામાં આવી હત જેની સુનાવણી તારીખ 08-08-2017 તારીખ 22-08-2017 દરમ્યાન આ વિવાદીક જગ્યા પર બાંધકામ ચાલતું હોય અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી મનાઈ હુકમ આપવાની માંગણી કરવામાં આવી હતી.
આ મનાઈ હુકમ માંગતી અરજીના પગલે જીલ્લા કલેક્ટર ભરૂચ શહેરના વોર્ડ નબર 3સીએ નબર 2668/1 ક્ષેત્રફળ 1754.48 ચો.મી વાળી જમીનની પશ્ચિમ દિશા તરફથી ભરૂચ શેરના પાંચબત્તીથી સોનેરી મહેલ તરફ જતો રસ્તો નગરપાલિકાની હદ માં આવતો હોય આ રસ્તા ઉપર એન્ટ્રી મેળવવા કે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવા આ કેસનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી મનાઈ હુકમ ફરમાવ્યો છે.