ભરૂચ નગરપાલિકાનાં વહીવટને આળસનો અંધાપો આવી ગયો હોય તેવી લોકચર્ચા ચાલતી હોય છે. ભરૂચ નગરપાલિકામાં લોકોની યાતના અને સમસ્યાને સમજનાર કોઈ નથી એમ જણાય રહ્યું છે કે ભરૂચનાં ચાર રસ્તા ગાંધી બજાર વિસ્તારમાં આવેલ એક ખાડામાં એક રાહદારી વરસાદનાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવ બાદ અન્ય 2 બનાવો બન્યા હતા જેથી નગરપાલિકાએ ખાડાની આજુબાજુ બેરીકેટ ઊભા કર્યા હતા પરંતુ આ બેરીકેટનો પ્રયોગ સફળ થયો નહીં અને ત્યારબાદ પણ આ ખાડામાં રાહદારીઓ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા. જો આજુબાજુનાં વેપારીઓ સમયસર ખાડામાં ગરકાવ થયેલ લોકોને કાઢી લીધા ન હોત તો ખૂબ મોટી હોનારત સર્જાતે તેમજ આ સમસ્યા જીવલેણ સાબિત થવાની સંભાવના પણ હતી. હજી નગરપાલિકા જાગે તો સારું ગાંધીબજાર ચાર રસ્તાની આજુબાજુનાં વિસ્તારોમાંથી આવતા પાણી વચ્ચે આ ખાડો નજરે પડતો નથી જેથી આ ઉપર યોગ્ય નિશાનીઓ મૂકવામાં આવે તેવી લોકમાંગ ઊભી થઈ છે.
ભરૂચ : ગાંધીબજાર વિસ્તારમાં રસ્તા પરનો ખાડો કોઈનો ભોગ લે તેની નગરપાલિકા રાહ જોઈ રહી છે ? અત્યારસુધી ખાડામાં 10 કરતાં વધુ રાહદારીઓ ખાબકયા છતાં નગરપાલિકાની આંખ ખૂલતી નથી.
Advertisement