ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સ્થાનિક પાર્સિંગના વાહનો એટલે કે જી.જે ૧૬ પાર્સિંગના વાહનો પણ પસાર થાય તો ફાસ્ટટેગમાં આપોઆપ નાણા કપાઈ જાય છે. આ અંગે ટોલનાકા કર્મચારીઓ અને વાહન ચાલકો વચ્ચે વારંવાર વિવાદ સર્જાય છે. વાહન ચાલકો રોકડા નાણાં ભરવાને બદલે ફાસ્ટટેગ લગાડતા હોય છે. આ ફાસ્ટટેગ ધરાવતું વાહન ટોલનાકા પરથી પસાર થતા ટોલટેક્સ ની રકમ આપોઆપ કપાય જાય છે. સ્થાનિક વાહનો એટલે કે જી.જે ૧૬ પાર્સિંગના વાહનો પણ મુલદ ટોલટેક્સ પરથી પસાર થાય ત્યારે આપોઆપ ફાસ્ટટેગ માંથી ટોલટેકસના નાણાંની કપાત થઈ જાય છે. સ્થાનિક વાહનો માટે મુક્તિ આપવામાં આવેલ હોવાથી વાહનચાલકો અને ટોલનાકા કર્મચારીઓ વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો.
Advertisement