કોરોના મહામારીનાં પગલે આ વર્ષે સાદાઈથી શ્રીજી મહોત્સવ ઉજવાતા હોવાના પગલે ભરૂચ જીલ્લામાં કરોડો રૂપિયાનું ટર્નઓવર અટકી પડતાં વિવિધ ક્ષેત્રનાં વેપારીઓને આર્થિક નુકસાન પહોંચ્યું છે. સૌ પ્રથમ ફરાસખાનાની વાત કરીએ તો જીલ્લામાં યોજાતા વિવિધ શ્રીજી મહોત્સવ અંગે વિશાળ મંડપ તેમજ અન્ય ડેકોરેશન કરવામાં આવતું હતું. જે આ વર્ષે બંધ રહેતા ફરાસખાનાનાં વેપારીઓને ખૂબ મોટું નુકસાન સહન કરવું પડયું છે. આવી જ બાબતો લાઈટીંગ અને ડેકોરેશન કરતાં વેપારીઓ માટે પણ સાબિત થઈ છે. ખાસ કરીને શ્રીજીની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને પણ આર્થિક નુકસાન સહન કરવું પડયું છે. સાથે જ શ્રીજી મહોત્સવ સ્થાપનાદિને વિવિધ સ્થળોએ શ્રીજીની સ્થાપના અંગે દોડધામ કરતાં કર્મકાંડી પંડિતોને પણ આ વર્ષે કોઈ ખાસ નિમંત્રણ ન મળતા કર્મકાંડી પંડિતોને પણ આરામ કરવાનો અવસર મળ્યો હતો.
Advertisement