રાજયસ્તરે PUC નો દર વધારવાની જાહેરાત કરવામાં આવેલ છે. આ જાહેરાતનાં પગલે રાજયનાં દરેક વિસ્તારમાં વાહનચાલકોમાં તીવ્ર પ્રત્યાધાત જણાય રહ્યા છે. કેટલાક એમ કહી રહ્યા છે કે PUC નો દર લગભગ બેવડાય ગયો છે જેના પગલે વાહનચાલકોને આર્થિક બોજ પડેલ છે. વાહનોનાં PUC દર જોતાં ટુ વ્હીલર વાહનોના દરમાં 20 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરાયા છે, થ્રી વ્હીલર વાહનોના દર 25 થી વધારીને 60 કરાયા છે, ફોર વ્હીલર (પેટ્રોલ) વાહનના દરમાં 50 રૂપિયાથી વધારીને 80 રૂપિયા કરાયા છે, મીડિયમ અને હેવી વાહનોના દર 60 થી વધારીને રૂપિયા 100 કરાયા છે. PUC તેમજ અન્ય પ્રમાણપત્રો અને સર્ટિફિકેટ મેળવવા અને તે દ્વારા આર્થિક ઉપાજન કરવા અંગેના કારસા અંગે પણ રાજય સરકારની ટીકા ટિપ્પણી કરતાં લોકો જણાયા હતા. તે સાથે જેની પાસે PUC નું પ્રમાણપત્ર નહીં હોય તેને હવે લેતીદેતીનાં રિવાજો પણ વધુ કરવા પડશે એમ જણાય રહ્યું છે. આ અંગે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
વાહનોનાં PUC નાં દરમાં ગુજરાત સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો.
Advertisement