બી.ટી.પી. તેમજ અન્ય સંગઠનો દ્વારા ગુજરાતનાં રાજયપાલને સંબોધીને ભરૂચ જીલ્લા કલેકટર મારફત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ઝધડીયા વિસ્તારનાં તાલુકાઓમાં પાંચ મુદ્દાઓ અંગે જે અગાઉ આવેદનપત્ર પાઠવાયું છે તે એક તરફી હોવાનું જણાવી તેને રદયો આપવામાં આવેલ છે. સૌ પ્રથમ ઝધડીયા તાલુકામાં નર્મદા અસરગ્રસ્તો માટે નર્મદા નિગમ દ્વારા જમીન ફાળવણી કરવામાં આવેલ છે તે જમીન પર સ્થાનિક બી.ટી.પી.આગેવાનો તથા બી.ટી.પી. નાં ધારાસભ્ય છોટુ વસાવાનો કબ્જો છે તેવી કરાયેલ રજૂઆત તદ્દન બોગસ છે તેમ આવેદનપત્ર પાઠવવા આવેલ ડેડીયાપાડાનાં બી.ટી.પી. નાં ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યુ હતું. મહેશ વસાવાએ એમ પણ જણાવ્યુ હતું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર તથા રાજય સરકાર વિવિધ કામગીરીમાં નિષ્ફળ ગયેલ છે. જેથી લોકોનું ધ્યાન અન્ય જગ્યાએ ખસેડવા આવા પાયાવિહોણા આક્ષેપ કરેલ છે જેથી અમે સખ્ત શબ્દોમાં વખોડી નાંખીએ છીએ. વધુમાં જણાવ્યુ હતું કે સાચી વાતો હંમેશા બહાર આવતી હોય છે ત્યારે સાચી વાતો બહાર આવશે જ. કોરોના સામેની લડતમાં સરકાર સફળતાપૂર્વક કામ કરી શકતી નથી તેથી બેફામ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
ભરૂચ જીલ્લાનાં વિવિધ મુદ્દાઓ અંગે ભાજપનાં આગેવાનો દ્વારા પાઠવાયેલ આવેદનપત્ર સામે બી.ટી.પી. તેમજ અન્ય સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવાયું.
Advertisement