નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ સત્તાવાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસે દબાણ કરી ફી ઉધરાવવામાં આવી છે. કોરોના માહામારીનાં કાળમાં સંચાલકો દ્વારા ટ્યુશન ફી સિવાયની વિવિધ ફી જેવી કે કેમ્પસ, કલ્ચરલ એક્ટીવીટી, સ્ટેશનરી, એક્ઝામ, સ્ટુડન્ટ યુનિયન, લેબોરેટરી, ઇમીનીટીસ, ફોમૅ જેવી વિવિધ ફી ઉઘરાવવામાં આવે છે તે શિક્ષણ જગતમાં ખૂબ નિંદનીય બાબત છે અને ટ્યુશન ફી સિવાયની બીજી કોઇપણ ફી ન ઉઘરાવવામાં આવે એ જ માંગ સાથે NSUI નાં પ્રમુખ યોગી પટેલએ ઉગ્ર રજૂઆત કરી હતી. પરંતુ કોરોના મેનેજમેન્ટએ કેટલાક દિવસનો સમય માંગતા આ દિવસ પણ વીતી ગયો છતાં તા.21-8-2020 સવારે NSUI પ્રમુખ યોગી પટેલ અને તેમના ટેકેદારો કોલેજ ખાતે પહોંચી ઉગ્ર માંગ કરવામાં આવી હતી. આ માંગને પગલે NSUI એ વિદ્યાર્થીઓની સમસ્યાને વાંચા આપી હતી.
Advertisement