આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા સેજલભાઈ દેસાઇની આગેવાનીમાં ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યુ છે કે સાર્વજનિક ગણેશ ઉત્સવની તૈયારીઓ ઉત્સવનાં મહિનાઓ અગાઉથી શરૂ થઈ જાય છે. આ તૈયારીઓમાં ગણેશજીની મૂર્તિનો ઓર્ડર આપવાની કાર્યવાહી મુખ્ય હોય છે. ત્યારે તા.10-7-2020 નાં રોજ એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે શ્રીજીની મૂર્તિની ઊંચાઈ 9 ફૂટની રાખવી. જે મુજબ ગણેશ મંડળોએ ઓર્ડર નોંધાવ્યો હતો. પરંતુ ગણેશ મહોત્સવનાં 2 દિવસ અગાઉ એટલે કે તા.19-8-2020 નાં રોજ મૂર્તિની ઊંચાઈ માત્ર 2 ફૂટની જ રાખવા અંગે જાહેરનામું બહાર પડાયું હતું. આ ઉપરાંત જે સ્થળે વર્ષોથી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે તે જ સ્થળે સ્થાપના કરી શકાય. આ ઉપરાંત રાજય સરકારે પણ મૂર્તિની ઊંચાઈ ઘટાડી 2 ફૂટની કરવા તથા મૂર્તિને ઘરમાં સ્થાપના કરવા જણાવી ગણેશ ઉત્સવનાં કાર્યક્રમો ઘર પૂરતો જ મર્યાદિત કરી દીધો છે અને તેમ કરીને રાજય સરકાર અને જીલ્લા કલેકટર ગણેશ મહોત્સવનાં હેતુને સમજી શકયા નથી તેથી તા.19-8-2020 નાં અવ્યવહારુ જાહેરનામા અંગે પુન: વિચાર કરવા અપીલ કરવામાં આવેલ છે.
ભરૂચ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગણેશ ઉત્સવ અંગે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.
Advertisement