Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા અહેમદભાઇ પટેલનાં જન્મદિનને જનહિતનાં કાર્યો કરી ઉજવવામાં આવ્યો.

Share

તા.21-8-2020 નાં રોજ ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા સાંસદ અહેમદ પટેલએ જીવનપદનાં સેવાકીય 70 વર્ષ પૂર્ણ કરી 71 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ અવસરે જનહિતનાં કાર્ય કરી રહ્યા છે. ત્યારે આ અવસરે જનહિતનાં કાર્ય કરી ઉજવણી કરવામાં આવી હતી.

સાંસદ અહેમદ પટેલે અગાઉથી સૂચના આપી હતી કે કોરોના યુગમાં સમાજમાં તમામ લોકો દુખ દર્દથી પીડાય રહ્યા છે ત્યારે જન્મદિન નિમિત્તે મીઠાઇ કે કેકની વહેંચણી ન કરી જનહિતનાં કાર્યો કરવા. સતત લોકોના સંપર્કમાં રહેતા એવાં અહેમદ પટેલ કોરોના યુગમાં સૌની ચિંતા કરી રહ્યા છે. ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે માસ્ક અને ઉકાળાનું લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બેગ તેમજ સુકા નાસ્તાની વહેંચણી કરતાં બહેનોનાં ચહેરા પર સ્મિત છવાય ગયું હતું. આ પ્રસંગે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરીમલસિંહ રણા, પ્રવકતા નાઝુ ફડવાલા, પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ વિકી શોખી, સહકારી નેતા સંદીપસિંહ માંગરોલા, દિનેશ અડવાણી, સલિમ અમદાવાદી, યુસુફ બાનુ, હેમેન્દ્ર કોઠીવાલા, જયોતિબેન તડવી, જશુબેન પઢિયાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : અંકલેશ્વરમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શેમ્પુનું વેચાણ કરતો વેપારી ઝડપાયો : કંપની અધિકારીએ તપાસ કરતા કૌભાંડ સામે આવ્યુ..!

ProudOfGujarat

પંચમહાલ: વિદેશી મહેમાનોએ માથે ગરબો મુકીને નવરાત્રીની મોજ માણી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ગોવાલી અને કરાડ ગામે મારામારીની બે અલગઅલગ ઘટનાઓમાં એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!