ભરૂચ શહેર અને રાષ્ટ્રીય તેમજ રાજય ધોરીમાર્ગનાં રસ્તાની બિસ્માર હાલત અંગે આમ આદમી પાર્ટી ભરૂચ એકમ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ શહેરનાં આમ આદમી પાર્ટીનાં પ્રમુખ ગોપાલ રાણાની આગેવાનીમાં જીલ્લા કલેકટર, નગરપાલિકા ચીફ ઓફિસર અને PWD માર્ગ અને મકાન વિભાગને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વર્તમાન પરિસ્થિતીમાં ભરુચ શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ ગયા છે. તમામ વોર્ડના રસ્તાઓ પર ખાડા જણાય રહ્યા છે. ત્યારે ભરુચ નગરપાલિકામાં આટલી બધી ગ્રાન્ટો આવે છે. તેમ છતાં દર વર્ષે ચોમાસામાં આવી ખરાબ પરિસ્થિતી સર્જાય છે. સરકારી પ્રશાસન આ બાબતે મૌન સાધીને બેસી રહ્યા છે. તેથી જાહેર જનતાને તકલીફોનો સામનો કરવો પડે છે. 28 કરોડનો ખર્ચ કરવા છતાં જો સવલત નગરજનોને ન મળે તો તેનો કોઈ અર્થ નથી. શહેરને અડીને આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગની પણ આવી પરિસ્થિતી છે. તાજેતરમાં કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધીનો રસ્તો 2 કરોડનાં ખર્ચે બનાવેલ છે. જે રસ્તો પણ બિસ્માર હાલતમાં આવી જતાં લોકોના વેરાના નાણાં વેડફાઇ રહ્યા છે. જેથી કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તા.13-8-20 ના રોજ આ બાબતે અરજી આપી હતી તેનો જવાબ નગરપાલિકા દ્વારા અપાયેલ નથી જેથી રસ્તાઓ અંગે પૂરતી કામગીરી થાય તેવી માંગ કરવામાં આવેલ છે.
ભરૂચ : બિસ્માર રસ્તાઓ બાબતે આમ આદમી પાર્ટી ભરૂચ એકમ દ્વારા જીલ્લા કલેકટર, નગરપાલિકા અને PWD તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
Advertisement