ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી અવારનવાર ક્રુરતાપૂર્વક પશુઓને વાહન કરતાં વાહનો પસાર થાય છે. સામાન્ય રીતે આ વાહનો કતલખાના તરફ જતાં હોય છે. આવા સમયે ગૌરક્ષા દળ ભરૂચ દ્વારા મળેલ ચોકકસ માહિતીનાં આધારે વોચ ગોઠવી હતી. આ વોચ દરમ્યાન માહિતી મુજબનું વાહન પસાર થતાં તેને અટકાવી તપાસ કરાતા આ વાહન મહેસાણાથી મહારાષ્ટ્રનાં કોલાપુર કતલખાના તરફ જઇ રહ્યું હતું. જેમાં 9 ગાય અને 7 વાછરડા ક્રુરતાપૂર્વક લઈ જવાતા હતા. જેને ગૌરક્ષા દળ ભરૂચે બચાવી લીધા હતા તેમજ આ પશુઓને કરજણ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
Advertisement