તાજેતરમાં તા.16-8-2020 નાં રોજ ભરૂચ મહંમદપુરા APMC માં ભીષણ આગ ફાટી નીકળી હતી જે અંગે CBI ની તપાસની માંગ તેમજ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા વહીવટદારની નિમણૂક કરવાની માંગણી કરતું આવેદનપત્ર ગુજરાત રાજયનાં રાજયપાલને સંબોધિત કરીને ભરૂચ જીલ્લા કલેકટર મારફત આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ માર્કેટયાર્ડમાં આશરે 300 જેટલી દુકાનો વેપારીઓને ફાળવવામાં આવેલ છે જે APMC માં ભાડું આપે છે. લગભગ દોઢ કરોડ રૂ. જેટલો હિસ્સો વેપારીઓ દ્વારા APMC ને આપવામાં આવે છે. તે ઉપરાંત ભાડાની આવક અને ટ્રાન્સફરની આવક મળી કુલ સવા કરોડ રૂ. ની આવક APMC ને થાય છે. APMC માં રસ્તા તેમજ ગટરો સાવ બિસ્માર હાલતમાં છે. માર્કેટમાં GEB તરફથી 24 કલાક થ્રી ફેસ વીજળી આપવામાં આવતી હતી પરંતુ આ થ્રી ફેસની DP પરથી માર્કેટ સમિતિનાં કહેવાથી GEB નાં અધિકારીઓએ કનેક્શન કાપી નાંખ્યું છે જેના કારણે રાત્રિનાં સમયે ખેડૂતોને તકલીફ પડે છે. તેમજ કોલ્ડ સ્ટોરેજમાં રહેલ માલને નુકસાન થાય છે. આ ઉપરાંત APMC નાં વહીવટકર્તાઓએ ખોટા ઠરાવ કરી APMC ભરૂચને મુખ્ય યાર્ડને સબયાર્ડને તબદીલ કરવા દરખાસ્ત કરેલ છે. પીવાના પાણીની ટાંકી કોઈપણ કારણ વગર તોડી પાડવામાં આવેલ છે. જેના પગલે ખૂબ મોટું નુકસાન થયું છે. તેમજ શૌચાલય સહિત અન્ય કોઈ વ્યવસ્થા નથી. APMC માં આવવા જવા માટે બે દરવાજા મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ બજાર સમિતિએ ઉત્તર તરફનો મુખ્ય ગેટ કાયદેસર રીતે બંધ કરી ગેટની જગ્યાએ પાકી દીવાલ કરી દીધેલ છે. જેના કારણે કુદરતી આફત વખતે વાહનોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત કાંટો તેમજ ગેસ્ટહાઉસ બિસ્માર હાલતમાં છે. તે ઉપરાંત APMC ની જમીનને વહેંચી નાંખવાનું કારસો બહાર પાડવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. જે કારણે APMC વડદલા ખાતે લઈ જવા તજવીજ કરાય રહી છે. જે ષડયંત્રનો ભાગ છે. તા.16-8-2020 નાં રોજ માર્કેટમાં એકાએક ભીષણ આગ લાગી હતી જેના કારણે આશરે 15 દુકાનોને તેની અસર થઈ હતી. આગ કઈ રીતે લાગી તે અંગે CBI ની તપાસ માંગવામાં આવી છે. આ ઉપરાંત અન્ય બાબતો પણ આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે. તેમજ આગ અંગે જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચ APMC માં લાગેલ આગનાં બનાવની CBI તપાસ કરાવવા બાબતે તથા જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા વહીવટદારની નિમણૂક કરવાની માંગણી કરતું આવેદનપત્ર ગુજરાત રાજયનાં રાજયપાલને સંબોધિત કરીને ભરૂચ જીલ્લા કલેકટર મારફત આપવામાં આવ્યું હતું.
Advertisement