Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચથી અંકલેશ્વર જતા છાપરા પાટિયા પાસે આવેલી ખાડીમાં મગર દેખાતાં લોકોમાં ફફડાટ.

Share

ભરૂચ નજીક રાજ્ય ધોરીમાર્ગ પર આવેલ ગોલ્ડન બ્રિજ પાસે છાપરા પાટિયા પાસેની ખાડીનાં પાણીમાં મગર જણાયો હતો. ખાડીમાં મગર જણાતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ છે.

છાપરા ગામની સીમમાંથી આ ખાડી પસાર થાય છે જ્યાં છાપરા ગામના અને આજુબાજુનાં ગામોના ખેડૂતોની જમીન આવેલ છે. ચોમાસાનાં દિવસો દરમિયાન ખેડૂતો ખેતીનાં કામ અર્થે ખેતરમાં જતા હોય ખાડીમાં મગર જણાતા ભયની લાગણી ફેલાઈ ગઈ છે. મગર જણાતા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે. નદીનાં પાણીમાં મગર ખેંચાઈ આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતીઓ પણ ગુજરાતી ગરબા તરફ વળીયા

ProudOfGujarat

વાલિયા વિભાગની સહકારી ક્ષેત્રની ચૂંટણીઓના વિલંબમાં અમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારતા સંદીપ માંગરોલા.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી માં પર્યાવરણ દિવસ પહેલા જ ઔદ્યોગિક એકમો પર્યાવરણને નુકશાન પહોંચાડવાનું કૃત્ય યથાવત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!