આત્મીય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઝાડેશ્વર ખાતે તા. 31/12/2017 ના રોજ રાત્રે 9 થી 12 હનુમાન ચાલીસા પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર ના મંત્રી શ્રી જેઓ રમતગમત, સહકાર અને વાહનવ્યવહાર ના મંત્રી શ્રી ઇશ્વરભાઇ પટેલના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આજે જ્યારે આખો દેશ પશ્ચિમી સંસ્કૃતિ તરફ વધી રહ્યો છે ત્યારે શાળાની વિધ્યાર્થીનીઓ આધ્યાત્મિક અને ભારતીય સંસ્કૃતિ તરફ આગળ વધે તે હેતુસર રામભક્ત હનુમાનજીની પ્રાર્થના કરીને નવા વર્ષનું સ્વાગત કરવા માટે દરેક વિધ્યાર્થીનીઓ તથા શાળાના શિક્ષકો ઉપસ્થિત રહીને 108 હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. આ કાર્યક્રમનો મુખી હેતુ શાળાની વિધ્યાર્થીનીઓમાં આધ્યાત્મિક વિચારો તથા ઉત્તમ સંસ્કારોનું સિંચન કરવાનો હતો.
આ કાર્યક્રમમાં ગુમાન દેવ મંદિરના મહંત પૂજ્ય મનમોહનદાસ તથા શાળાના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી પ્રવીણ ભાઈ કાછડીયા જેઓ ગુજરાત રાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય પણ છે તેઓ ની ઉપસ્થિતિ માં આ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિધ્યાર્થીનીઓ અને શિક્ષક ગણ અને અતિથિઑ એ ભક્તિસભર માહોલ સાથે નવા વર્ષને આવકારી કાર્યક્રમને સંપન્ન કર્યો હતો.
હારૂન પટેલ