પેરોલ રજા પર ગયા બાદ ઘણા કેદીઓ તેમની રજા પૂર્ણ થયા બાદ પાછા હાજર થતાં નથી. આવા કેદીઓને પકડી પાછા જે-તે જેલમાં મોકલવાની કામગીરી હાલ પોલીસતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ભરૂચ સબજેલ ખાતેથી પેરોલ રજા પર છૂટી ફરાર થયેલ આરોપીને ભરૂચ એલ.સી.બી. એ ઝડપી પાડેલ છે. આ અંગે વિગતે જોતાં ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને એલ.સી.બી. પી.આઇ. જે.એન. ઝાલાનાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.એસ.બરંડા તેમજ વાય.જી.ગઢવી અને તેમની ટીમે ભરણપોષણનાં કેસમાં ભરૂચ સબજેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા અને કોવિડ-19 મહામારી અનુસંધાને પેરોલ રજા પર છોડવામાં આવેલ કેદી હાલાજી સોવનજી ઠાકોર રહે.સોનતલાવડી ઝુંપડપટ્ટી ભરૂચ મૂળ રહે.કતપુર તા.જી.પાટણ પેરોલ રજા પૂર્ણ થતાં પરત જેલમાં હાજર થયા ન હતા અને ફરાર થયા હતા જે અંગે ભરૂચ બી ડિવીઝન ખાતે ગુનો નોંધાયો હતો પરંતુ એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે ફરાર કેદી હાલ સોનતલાવડી ઝુંપડપટ્ટી ખાતે છે જયાંથી કેદી હાલાજી સોવનજી ઠાકોરને પકડી પાડી વધુ તપાસ અર્થે ભરૂચ શહેર બી ડિવીઝન પોલીસને સોંપવામાં આવેલ છે.
ભરૂચ સબજેલ ખાતેથી પેરોલ રજા પર ગયેલ અને પરત ન આવેલ કેદીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
Advertisement