Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં ગાંધી બજાર વિસ્તારમાં ખુલ્લી ગટર અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પરીમલસિંહ રણા અને અન્ય લોકોએ આ ઘટના વખોડી.

Share

ભરૂચ નગર વિસ્તારમાંથી ખુલ્લી ગટર દૂર કરવા અંગેનો એજન્ડા ઘણા લાંબા સમયથી ચર્ચાઇ રહ્યો છે. એક સમયે જયારે ભાજપ સત્તામાં ન હતું ત્યારે ખુલ્લી ગટરનો મુદ્દો આગળ કર્યો હતો હવે જયારે ભાજપ નગરપાલિકા ખાતે સત્તા ધરાવે છે ત્યારે કોઈ કામગીરી કરી રહ્યું નથી. ગાંધી બજાર વિસ્તારમાં ખુલ્લી ગટરમાં એક બાળકી, બે વડીલો તેમજ અન્ય 15 વ્યક્તિઓ આ ગટરમાં પડતાં લોકોએ જોયા હતા તેથી લોકોએ તરત જ તેમને બચાવી લીધા હતા. આ ગાંધી બજારમાં ખુલ્લી ગટર અંગે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પરીમલસિંહ રણા અને અન્ય લોકોએ ઘેરા પ્રત્યાધાત આપતા જણાવ્યુ છે કે ગટરનાં પાણીમાં લોકો ખાબકે તે ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કામ કરી ભરૂચ નગરની તમામ ગટર બંધ કરી લોકોને સલામત જીવન આપવું તેવી લોકમાંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ વીજ કચેરીનો અણગઢ વહીવટ : સિમોદ્રા ગામના ખેડૂતે વિજ બિલ ભર્યું હોવા છતાં ફરી ₹ 26,741 નું બિલ આવ્યું

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાની પાણીની મેઇન લાઇન તૂટી જવાથી અમુક વિસ્તારમાં પાણી ના આવતા પાલિકાનાં બંબા દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાગરાના દેરોલ ગામ નજીક રીક્ષા અને ટેમ્પો વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા રીક્ષામાં સવાર એક વ્યક્તિનું મોત તેમજ 2 વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!