અંકલેશ્વર તરફનાં ગોલ્ડન બ્રિજનાં છેડા નજીક હરિયાળી વધુ વિકસે તેવા આશ્રય સાથે રેવા અરણ્ય પ્રોજેકટનાં બીજા તબકકાનો પ્રારંભ થયો હતો. નર્મદા નદીની આજુબાજુનો વિસ્તાર પણ હરિયાળીથી ભરપૂર રહે તેવો આશ્રય રેવા અરણ્ય પ્રોજેકટનો છે. આ પ્રોજેકટનું એક તબકકાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ભરૂચ સિટીઝન કાઉન્સિલ અને સહયોગી સંસ્થાઓ દ્વારા ધારાસભ્ય દુષ્યંત પટેલની હાજરીમાં બીજા તબકકાનો પ્રારંભ થયો હતો. ગોલ્ડન બ્રિજથી ગડખોલ પાટિયા સુધીના માર્ગ પર મોટી સંખ્યામાં વૃક્ષ વાવી ગ્રીન બેલ્ટ ઊભું કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
Advertisement