આંતરરાષ્ટ્રીય મૂળ નિવાસી સંધ દિવસ અભિયાનનાં અનુસંધાને મૂળ નિવાસી સંધ તેમજ ભિલિસ્તાન ટાઈગર સેના દ્વારા સંયુકત આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેકટરને પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ભારતની બધી જાતિઓને જાતિ આધારિત જનગણના કરી કેન્દ્ર તેમજ રાજયનાં બધા વિભાગોમાં પ્રતિનિધિત્વ નકકી કરવું. રાષ્ટ્રીય ન્યાય આયોગ રચી જીલ્લા તેમજ ન્યાયાલય સુપ્રીમકોર્ટમાં પ્રતિનિધિત્વ લાગુ કરી OBC, ST, SC તેમજ લધુમતીને ન્યાય આપવા વ્યવસ્થા કરવી, કેન્દ્રના બજેટમાં ફંડની જોગવાઈ કરી તે જ વર્ગનાં વિકાસ માટે ખર્ચ કરવો તેમજ અન્ય વિભાગો માટે ખર્ચ ન કરવો. સંવિધાન અનુચ્છેદ 51 (ક) નાં અનુસાર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની સાથે બધા વર્ગો માટે પ્રાથમિક શિક્ષણ તેમજ ઉચ્ચ શિક્ષણ આપવા કેન્દ્રિય બજેટમાં વધારો કરી શિક્ષણનું ખાનગીકરણ પર પ્રતિબંધ મૂકવો અને અન્ય માંગો કરવામાં આવેલ છે.
Advertisement