ભરૂચ તાલુકાના દયાદરા ગામે આવેલી માનવ રહીત રેલવે ફાટક ક્રોસ કરી રહેલી ઇકો કારને ગુડ્સ ટ્રેને ટક્કર મારતાં કારમાં સવાર દયાદરાના નુરે મહમદી દારૂલ ઉલુમના પાંચ છાત્રોના મોત થયા હતા.જયારે ચાલક સહિત સાતને વ અકસ્માતમાં ઇજા થતાં તેમને સારવાર માટે ભરૂચની વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવને પગલે હોસ્પિટલની બહાર લોકોના ટોળા એકત્ર થઇ ગયાં હતાં.
ભરૂચની દયાદારા ગામની રેલ્વે ફાટક ક્રોસ કરી રહેલી દારૂલ ઉલૂમના બાળકો ભરેલી ઇકો કારને ગુડ્સ ટ્રેનની ટક્કર લાગતાં કાર પલટી ગઈ હતી. અકસ્માતમાં ઇકો કારમાં સવાર 11 જેટલા વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત વિધ્યાર્થીઓને સારવાર માટે ભરૂચની પટેલ વેલફર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં ભરૂચ તાલુકા પોલીસ તેમજ રેલ્વે પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. દારૂલ ઉલૂમના સંસ્થાની ઇકો કાર નંબર જીજે 16 બીબી 1309 માં ઉમરાજથી ફાટીયા પઢી દયાદરા તરફ જ,ઇ રહ્યા હતા. તે દરમ્યાન ખુલ્લી રેલ્વે ફાટક પરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે પૂરઝડપે ધસી આવતી ગુડ્સ ટ્રેનની ટક્કર લાગતાં કાર સાઇડમાં પલટી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેમણે કારમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા બાળકોને તુરંત સારવાર માટે ખસેડવાની કવાયત હાથ ધરી હતી જેમાં 5 ના મોત નીપજ્યા હતા જ્યારે આની 5 ની હાલત ગંભીર હતી. ઇજાગ્રસ્તોને પટેલ વેલ્ફેર સહિત આની હીલીંગટચ જેવી ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત સંદર્ભમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં આવેલાં દયાદરા ગામના નુરે મહમદી દારૂલ ઉલુમના 10થી વધુ હાફેજીને લઇને ઉમરાજ ગામે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયાં હતાં. ત્યાંથી રાત્રીના સમયે તમામ હાફેજીઓને ઇકો કારમાં બેસાડી દારૂલ ઉલુમ ખાતે પરત લાવવામાં આવી રહ્યાં હતા.
ભરૂચ ના દયાદરા નજીક ગુડઝ ટ્રેન અને કાર વચ્ચે અકસ્માત સરૅજાતા પાંચના મોત,જયારે 5 ને ઈજા થઈ હતી.
Advertisement