Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : વરસાદી માહોલ બાદ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ, વાલિયાનાં ડહેલી ગામ નજીક કિમ નદી બંને કાંઠે વહેતી થઇ.

Share

ભરૂચ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા સમગ્ર જીલ્લામાં ઠેરઠેર જળબંબાકારનાં દ્રશ્યો જોવા મળે છે. ત્યારે ભરૂચ જીલ્લાની ઢાઢર, કરજણ જેવી નદીઓ ભયજનક સપાટી નજીક વહી રહી છે. ત્યારે વાલિયા તાલુકાનાં ડહેલી ગામ નજીક આવેલ કિમ નદી પણ વરસાદી પાણીનાં પગલે બંને કાંઠે વહી રહી છે. આ દ્રશ્ય જોવા આસપાસનાં લોકો જોવા ઉમટી પડે છે. વહીવટીતંત્ર અને પોલીસતંત્ર દ્વારા આ પરિસ્થિતીનાં અનુસંધાને ડહેલી ગામ તેમજ કિમ નદીનાં કિનારા પરના ગામો માટે સાવધાની તેમજ સાવચેતીનાં તમામ પગલાં લેવાય રહ્યા છે.

Advertisement

Share

Related posts

જૂનાગઢમાં લીલી પરિક્રમા દરમિયાન 11 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતાં મોત

ProudOfGujarat

અંકલેશ્વર : જળ પ્રદુષણ કંટ્રોલ થયો નથી ત્યાં તો હવે વાયુ પ્રદુષણની ફરિયાદો!!!

ProudOfGujarat

ગોધરાનીજૈન સોસાયટી પાસેથી યુવકના હાથમાથી મોબાઇલની ચીલઝડપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!