Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વર ની ગાર્ડનસીટી સોસાયટી ના રહીશ ના ધાબા પરથી તમંચો તેમજ બે કારતુસ મળી આવવા ના પ્રકરણ માં ચકવાનારો ખુલાસો થયો છે..હથિયાર ની બાતમી આપનાર શખ્સે જ તમંચો અને કારતુસ મુક્યા હોવાનું એસ ઓ જી ની તપાસ માં બહાર આવ્યું હતું……….

Share

અંકલેશ્વર ની ગાર્ડનસીટી સોસાયટી ના રહીશ ના ધાબા પરથી તમંચો તેમજ બે કારતુસ મળી આવવા ના પ્રકરણ માં ચકવાનારો ખુલાસો થયો છે..હથિયાર ની બાતમી આપનાર શખ્સે જ તમંચો અને કારતુસ મુક્યા હોવાનું એસ ઓ જી ની તપાસ માં બહાર આવ્યું હતું……….

બનાવ અંગે ની મળતી માહિતી અનુસાર ગત તારીખ ૧૫ મી મેં ના રોજ એસ ઓ જી ની ટિમ ને બાતમી મળી હતી કે વિકાસ રાજેસ વસાવા ના મકાન ના ધાબા ઉપર આવેલા પાણી નિકાલ માટે ના કાળા માં એક તમંચો તેમજ બે કારતુસ પ્લાસ્ટીક ની થેલી માં રાખી સંતાડેલા છે…જેના પગલે ભરૂચ એસ ઓ જી ની ટીમે વિકાસ ના ઘરે દરોડો પાડી હથિયાર કબ્જે લીધા હતા ….ઘટના ની વધુ તપાસ હાથ ધરતા ઝડપાયેલ હથિયાર મામલે વિકાસ ની પૂછપરછ દરમિયાન પોલીસ સામે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા..જેમાં વિકાસ સામે કાવતરું રચાયા હોવાનું પાર્થમિક તબક્કે જણાતા બાતમી આપનાર રાકેશ સુરેન્દ્રસિંહ ચૌહાણ ની ઉલટ તપાસ કરતા તેણે જાતેજ અગાઉ ના ઝઘડા ની રીસ રાખી તેને ફસાવવા હથિયાર મુક્યા હોવાની કબુલાત કરતા મામલા માં ચોંકાવનારો વળાંક આવ્યો હતો……
બનાવના પગલે ભરૂચ એસ ઓ જી પોલીસે રાકેશ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી તેણે કોની પાસે થી હથીયાર ખરીદયા હતા તેની વિગતો મેળવવા તેના રિમાન્ડ મેળવવા ની કવાયત હાથધરી છે….
Advertisement

Share

Related posts

ઝઘડિયા જીઆઇડીસીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સુપરવાઇઝર સહિત બે પર હુમલો.

ProudOfGujarat

નડિયાદ : વસોના પેટલી પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ.

ProudOfGujarat

फ़िल्म जंगली ने मनाया विश्व पर्यावरण दिवस!

ProudOfGujarat
error: Content is protected !!