Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઢાઢર નદી ભયજનક સપાટી નજીક હોવાથી આજુબાજુનાં સાત ગામોનાં રહેવાસીઓને પૂર અંગેની ચેતવણી આપવામાં આવી.

Share

વડોદરા જીલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે તે સાથે અન્ય જીલ્લાઓમાં પણ મુશળધાર વરસાદ વરસી રહયો છે ત્યારે ઢાઢર નદીમાં વરસાદી પાણીની આવક વધી છે જેના પગલે ઢાઢર નદી તા.17-8-2020 નાં રોજ બે કાંઠે વહી રહી છે. હાલ આમોદ નજીક ઢાઢર નદીની જળસપાટી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીનાં તમામ પગલાં લેવાય રહ્યા છે. ઢાઢર નદીની આજુબાજુ આવેલ સાત ગામોને સાવચેતી અંગે જાણ કરવામાં આવી છે. આમોદ નજીક ઢાઢર નદીનો પુલ ભરૂચ જંબુસર માર્ગનાં વાહન વ્યવહાર માટે ખુબ મહત્વનો છે ત્યારે વિતેલા વર્ષોમાં ઢાઢર નદીનું પાણી ચઢતા પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરવાની પણ ફરજ પડી હતી. તેવા સમયે ભરૂચ અને જંબુસર વચ્ચેનો વાહન માર્ગનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારે પણ વડોદરા પંથકમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે જેથી ઢાઢર નદીમાં વધુ પૂરનાં પાણી ચઢે તેવી સંભાવના નકારી શકાતી નથી.

Advertisement

Share

Related posts

હાસોટ ના સાહોલ પાસે 2 બાઈક અને કાર વચ્ચે અકસ્માત. . પતિ પત્ની ના મોત. 2 ને ઇજા..

ProudOfGujarat

દુધધારા ડેરી અને અંકલેશ્વરનાં ઉદ્યોગ મંડળ સાથે નોટીફાઈડ ઓફિસ દ્વારા સલ્મ વિસ્તારમાં રહેતા નાના ભૂલકાઓને રોજ સવારે 07:00 કલાકે દૂધ અને બિસ્કિટ આપવાનું નક્કી કર્યું.

ProudOfGujarat

ભરૂચ નર્મદા ચોકડી પાસે કતલખાને લઇ જવાના બદઈરાદાથી ગાયો અને વાછરડા સાથે પસાર થતા બે વાહનોને ગૌરક્ષકોએ ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!