શ્રી સદ વિદ્યા મંડળ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (SVMIT) કોલેજ દ્વારા જંગી ફી વસૂલ કરવામાં આવે છે. તેટલુ જ નહીં પરંતુ ફી વસૂલ કરવા અંગે વિવિધ દબાણ પણ કરવામાં આવી રહ્યું છે અને એક દિવસનાં રૂ.50 લેખે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે તેવી બાબતો જાણવા મળતા NSUI નાં પ્રમુખ યોગી પટેલની આગેવાનીમાં SVMIT કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
મેનેજમેન્ટને ભગવાન સદબુદ્ધિ આપે તેવા પ્લેકાર્ડ લઈ કાર્યકરો દ્વારા કોલેજ ગેટ પર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. NSUI નાં પ્રમુખ યોગી પટેલએ જણાવ્યુ હતું કે SVMIT કોલેજનાં વિદ્યાર્થીઓ પાસે રૂ.35,000 જેટલી જંગી ફી લેવામાં આવી રહી છે. કોરોના કાળ દરમિયાન તેમજ લોકડાઉનનાં સમય દરમિયાન જયારે લોકો આર્થિક ભીસમાથી પસાર થઈ રહ્યા છે ત્યારે ફી માટે SVMIT કોલેજનાં સત્તાધીશો દ્વારા કરાતું દબાણ અને વસૂલાતા દંડ યોગ્ય નથી. આ અંગે તાકીદે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ NSUI નાં પ્રમુખ યોગી પટેલે આપી હતી. તે સામે SVMIT કોલેજનાં આચાર્ય જીવરાજ પટેલે જણાવ્યુ હતું કે વિદ્યાર્થીઓની આ રજૂઆત અંગે યોગ્ય ચર્ચા વિચારણા કરવામાં આવશે. મેમેજમેન્ટ આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેશે તેમ જાણવા મળેલ છે.
ભરૂચ : શ્રી સદ વિદ્યા મંડળ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (SVMIT) કોલેજ ખાતે ફી વસૂલાત અંગે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો.
Advertisement