નવરોઝ પર્વ નિમિત્તે પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપી
ભરૂચ જિલ્લાના પારસીઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપી હતી. નવરોજ પર્વ એટલે પારસીઓનું નવું વર્ષ આ દિવસે પારસીઓ ભારતમાં આવ્યા હતા. તે દિવસને પારસી લોકો નવા વર્ષની પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. નવરોજ પર્વ નિમિત્તે પારસી ધર્મિઓ અગિયારીમાં જઇ જગત કલ્યાણ અર્થે પ્રાર્થના કરે છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાના વિકાસમાં શેઠના પરિવાર નું ખૂબ મોટું યોગદાન રહેલું છે. શેઠ ના પરિવાર સખાવત માટે જાણીતો છે. ગરીબી અને આર્થિક રીતે પછાત એવા લોકોની સમસ્યાઓ દૂર કરી શેઠના પરિવાર લોકોના હમ દર્દ અને હમસફર બન્યા છે. તે સાથે ભરૂચ ને આધુનિક તસ્વીર આપવામાં પણ શેઠના પરિવારે ખૂબ મોટું યોગદાન આપેલ છે. જે તે સમયે અદ્યતન કહી શકાય તેવા છબી ઘરો થી માંડીને સુખ-સુવિધા સારવાર અને સેવા અંગે શેઠના પરિવારે મોટું પ્રદાન આપેલ છે. જે પરંપરા એરિક શેઠ ના એ જાળવી રાખેલ છે.
પારસીઓના નવા વર્ષની ઉજવણી કરવામાં આવી
Advertisement