તાજેતરમાં નંદેલાવ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં બે ઇસમો તિજોરીની ચાવી બનાવવા આવ્યા હતા. આ ચાવી બનાવવા આવનારાઓએ કુશળતાપૂર્વક રૂ. 3.66 લાખ કરતાં વધુની કિંમતનાં સોનાનાં દાગીનાની ચોરી કરી હતી. આ બનાવ અંગે વિગતે જોતાં તા.5-8-2020 નાં રોજ નંદેલાવ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીનાં મકાન નં. એ-7 માં 2 ઇસમો ચાવી બનાવવા આવ્યા હતા અને તિજોરીમાંથી સિફતાઇપૂર્વક રૂ. 3.66 લાખ કરતાં વધુ કિંમતનાં દાગીનાની ચોરી કરી હતી. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ અંગે એલ.સી.બી. પોલીસને બાતમી મળતા ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. જે.એન. ઝાલા તેમજ PSI એ.એસ.ચૌહાણ અને તેમની ટીમે તપાસ કરતાં આબે આરોપીઓ પૈકી એક આરોપી તેજપાલસિંગ ગુરમીતસિંગ રહે.સિકલીગર વડોદરાના દત્તનગર વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. જયારે બીજો આરોપી પ્રહલાદસિંગ ઉર્ફે પેહલાદ ઇન્દરસિંગ સિકલીગરને વોન્ટેડ જાહેર કરેલ છે. આ બનાવની વધુ તપાસ ભરૂચ સિટી પોલીસ કરી રહી છે.
ભરૂચ : ચાવી બનાવવાનાં બહાને ઘરમાં ઘૂસી તિજોરીની ચાવી બનાવતી વખતે સોનાનાં દાગીના ચોરી કરનાર એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.
Advertisement