ભરૂચ જીલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લામાં કોરોના વોરિયર્સ નોંધપાત્ર સેવા આપી રહ્યા છે. જેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ સરકારની યોજના અને તેના લાભો અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં જીલ્લાનાં ધારાસભ્યો, કલેકટર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે મકતમપુર શ્રવણવિદ્યા મંદિર સ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ભરૂચના સીનીયર સીટીઝન રમતવીર શ્રી પીરૂભાઈ મિસ્ત્રિના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આચાર્ય અર્જુનભાઈએ આભરવિધી કરી હતી. આ પ્રસંગે શાળાનાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સદ વિદ્યા મંડળ ખાતે પણ સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજનાં આચાર્યશ્રી, પ્રોફેસરો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાળાનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અધિકારી સંજય સોની, નગરપાલિકાનાં સભ્યો તેમજ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. જયારે ભરૂચ જીલ્લા પંચાયત ખાતે પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જીલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢિયારનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા પંચાયતનાં ચૂંટાયેલા સભ્યો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરીમલસિંહ રણાનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લામાં સ્વતંત્રતા પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી.
Advertisement