ભરૂચ જીલ્લામાં ભારે વરસાદ વરસ્યા પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઊંડા ખાડા પડી ગયા છે જેના પગલે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એકતરફ નબીપુર કરતા આગળ સુધી વાહનોની કતાર ખડી થઈ ગઈ હતી. તો બીજી તરફ કેબલબ્રિજથી અંકલેશ્વર તરફ પણ વાહનોની લાંબી કતાર ખડી થઈ ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી આવી પરિસ્થિતી સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યાનાં પગલે મોટરકાર જેવા વાહન ચાલકોએ ગોલ્ડન બ્રિજનો માર્ગ પકડયો હતો. જેના કારણે ગોલ્ડન બ્રિજ પર પણ ટ્રાફિકજામ થઈ ગયો હતો. શનિવાર અને રવિવારની આવેલ રજાના પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર વધ્યો હતો અને તેમાં પણ બિસ્માર રસ્તાનાં પગલે ટ્રાફિકજામની સમસ્યા વધુ વિકરાળ બની ગઈ હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પડેલ ઊંડા ખાડા જો વહેલી તકે પુરવામાં નહીં આવે અને સમારકામ નહીં કરવામાં આવે તો આ સમસ્યા યથાવત રહેશે એમ લાગી રહ્યું છે. આ સમસ્યાને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય.
Advertisement