વાલિયાનાં દેસાડ ગામ ખાતે કીમ નદીનું પાણી ફરી વળતાં જળસંકટ સર્જાયું છે. તંત્રનાં જણાવ્યા મુજબ કીમ નદીમાં ધોડાપુર આવતા તારાજીનાં દ્રશ્યો ખડા થયા છે. કીમ નદીમાં પાણીની આવક વધતાં ધોડાપૂર આવ્યા છે. તેવામાં તંત્રનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારી સતત પરિસ્થિતી પર ધ્યાન રાખી રહ્યા છે. કીમ નદીનાં કિનારા પર આવેલ વિવિધ ગામો કે જેમાં આદિવાસી ગામોનો પણ સમાવેશ થાય છે. તે તમામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સૌથી વધુ નોંધપાત્ર બાબત એ છે કે 6 ગામોને જોડતો રસ્તો કીમ નદીનાં પૂરનાં પગલે બંધ કરી દેવાયો છે. અચાનક આવેલ કીમ નદીનાં ધોડાપુરનાં પગલે તંત્ર દોડતું થઈ ગયું છે. તેમજ પૂરનાં પાણી વધુ વધે તે માટે સાવધાની અને સાવચેતીનાં તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. સૌથી વધુ મહત્વની બાબત એ છે કે કીમ નદીનાં રૌદ્ર સ્વરૂપનાં પગલે માનવસહિત પશુધન બચાવી લેવા માટેનો સરકાર તંત્ર સામે ઊભું થયું છે.
ભરૂચ : વાલિયાનાં દેસાડ નજીક કીમ નદીમાં ધોડાપુર આવ્યું.
Advertisement