Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સતત વરસી રહેલ વરસાદનાં પગલે જંબુસર અને આમોદ તાલુકામાં જળબંબાકારનાં દ્રશ્યો સર્જાયા.

Share

આમોદ અને જંબુસર તાલુકામાં પણ હાલમાં વરસતા વરસાદની અસર પડી રહી છે. સતત વરસતા વરસાદનાં પગલે આમોદ અને જંબુસર તાલુકામાં ભયંકર તારાજી સર્જાઈ છે. આછોડ ગામમાં પાણી ફરી વળ્યા છે. જયારે જંબુસર અને આમોદ વચ્ચે આવેલ મગનાદ ગામ પાસે આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ફરી વળતા કેટલોક સમય ટ્રાફિક માટે અંતરાળ ઊભો થયો હતો. આમોદ અને જંબુસર તાલુકામાં કોરોના મહામારી બાદ વરસાદી તાંડવે વિનાશ કરવાની શરૂઆત કરેલ છે. ખેડૂતોનાં જણાવ્યા મુજબ વરસાદી પાણીનો ભરાવો થતાં હાલ ખેતરોમાં જઇ શકાતું નથી જેના પગલે બિયારણ સડી જવાની પણ સંભાવના ઊભી થઈ છે. 24 કલાકમાં 28 ઇંચ વરસાદ વરસ્યા બાદ ઠેરઠેર જળબંબાકારની પરિસ્થિતી સર્જાય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વેજલપુર હિન્દુ યુવા સંગઠન દ્વારા S A M – 1 નામની ગંભીર બિમારીથી પીડાતા પાર્થ પવારની વ્હારે આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર બાકરોલ બ્રિજ પાસેથી સ્વીફ્ટ કારમાં શરાબના જથ્થા સાથે એક બુટલેગરની ક્રાઇમ બ્રાંચે અટકાયત કરી.

ProudOfGujarat

ઝઘડિયાના અસનાવી ગામે કવોરી સંચાલકને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી.

ProudOfGujarat
error: Content is protected !!