અહમદભાઇ પટેલે પોતાનાં શોકસંદેશમાં મુનિશ્રી રૂપમુનિજી મ.સા. નાં સંથાર અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે તેઓ ધર્મ ઊપરાંત સામાજીક અને રાષ્ટ્રીય સૌહાદ અને એકતાનાં હિમાયતી હતા. તેઓના સંદેશ અને પ્રવચનમાં તેઓની સદભાવના તમામને સ્પર્શતી હતી. આવી વિરલ વિભુતીના દેવલોકગમનથી રાષ્ટ્ર અને સમાજને ખોટ પડી છે. હું હૃદય પુર્વક તેમને શ્રધ્ધાંજલી અર્પું છું અને તેમના ચીંધેલ માર્ગ પર આપણે સૌ ચાલીએ એજ એમને સાચી શ્રધ્ધાંજલી હશે. તેમના તમામ અનુયાયીઓને આ દુ:ખ સહન કરવાની કુદરત શક્તિ આપે એવી પ્રાથના.
Advertisement