છડીનોમ ભોઇ જ્ઞાતિ તેમજ ભરૂચની સંસ્કૃતિનું પ્રતિક છે. ભરૂચ પંથકમાં 3 સ્થાનેથી છડી પ્રસ્થાન થાય છે.જેમાં ભોઇ જ્ઞાતિના યુવાનો છડી માતાને જુલાવે છે. ભરૂચ શહેરમાં વસતા ભોઇ સમાજ દ્વારા 210 વર્ષ કરતા પણ વધુ સમયથી ઉજવાતા ઐતિહાસિક પરંપરાગત તહેવાર મેઘરાજા અને છડી ઉત્સવનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ થાય છે. મેળાના પ્રથમ દિવસે ભોઈ, ખારવા અને વાલ્મિકી સમાજે બનાવેલી છડીઓની શાસ્ત્રોકત વિધિથી પૂજા-અર્ચના કરી 60 ફૂટ ઉંચી વાંસની બનેલી છડીઓને છડીદારો દ્વારા તેમના વિસ્તારોમાં નચાવવામાં આવે છે. પરંતુ હાલ કોરોના મહામારીનાં પગલે છડી નોમનાં દિવસે દર વર્ષની જેમ માનવ મહેરામણ જોવા મળ્યું ન હતું. છડીનોમનો પણ સૈયકાઓ જૂનો ઇતિહાસ હોવાનું ભોઇ જ્ઞાતિનાં અગ્રણીઓએ જણાવ્યુ હતું.
Advertisement