તા.13-8-2020 નાં સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન 28 ઇંચ જેટલો વરસાદ ભરૂચ સહિત અન્ય તાલુકાઓમાં નોંધાયો હતો. વરસાદની વિગત તાલુકા મુજબ જોતાં આમોદ તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ, અંકલેશ્વરમાં 5 ઇંચ કરતાં વધુ, ભરૂચ તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ, જંબુસર તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ, નેત્રંગ તાલુકામાં 4 ઈચ, વાગરા તાલુકામાં 3 ઇંચ, વાલિયા તાલુકામાં 2 ઇંચ, ઝધડીયા તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. હવામાન ખાતાનાં જણાવ્યા અનુસાર કુલ 709 મીમી વરસાદ વરસ્યો હતો. ભરૂચ નગરનાં વિવિધ વિસ્તારમાં જળબંબાકારનાં દ્રશ્યો છવાયા હતા જેમાં સેવાશ્રમ રોડ, ફાટાતળાવ, પાંચબત્તી વગેરે વિસ્તારનો સમાવેશ થયા છે.
જયારે ફાયરબ્રિગેડનાં જણાવ્યા અનુસાર વેજલપુર બંબાખાના વિસ્તારમાં કનુભાઈ મિસ્ત્રીનાં મકાનની દીવાલ ધરાશાયી થતાં એક એક્ટિવા કાટમાળ નીચે દબાય ગઈ હતી. જયારે હાજીખાના વિસ્તારમાં ગુલામભાઈ શેખનાં મકાનને પણ ભારે વરસાદનાં પગલે નુકસાન થયુ હતું. આ સાથે નારી સંરક્ષણ ગૃપ અને રાધાકૃષ્ણ સોસાયટી પાસે વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં 24 કલાકમાં કુલ 28 ઇંચ જેટલો વરસાદ વરસ્યો જાણો વધુ.
Advertisement