તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા માસ્ક ન ધારણ કરવા રૂ.1000 નો દંડ ફટકારવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે લોકોમાં ઉગ્ર વિરોધની લાગણી ફેલાય ગઈ છે. સામાજિક કાર્યકર સુરેશ વસાવાની આગેવાનીમાં ગુજરાત રાજયનાં રાજયપાલને ભરૂચ જીલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટપણે જણાવ્યુ છે કે તાત્કાલિક ધોરણે રૂ.1000 દંડનો અમલ રદ કરવામાં આવે તેવી માંગણી છે. હાલમાં જ કોરોના મહામારીનાં કારણે સરકાર દ્વારા લદાયેલ લોકડાઉનમાં લોકોનાં કામધંધા ઠપ્પ થઈ ગયા હતા અને અનલોકડાઉનમાં માંડ લોકો પોતાના ધંધા રોજગાર સ્થિર કરી જેમતેમ જીવન ગુજરાન કરવાની તજવીજ કરી રહ્યા છે. અસ્તિત્વ માટે લોકો સંધર્ષ કરી રહ્યા છે ત્યારે લોકો પૈસા માટે વલખાં મારી રહ્યા છે તેવામાં જીવન જીવવું દોહલું બન્યું છે ત્યારે સરકારે લોકોને સહાયરૂપ બનવામાં ઉણી ઉતરી છે ઉપરથી આવા રૂ.1000 નાં દંડ લાદી લોકોને ત્રાસ આપવાની ફેરવી કરી રહી છે જે સામે વિરોધ નોંધાવી આ દંડ તાત્કાલિક ધોરણે રદ કરવાં માંગ કરવામાં આવી છે. સદર આવેદનપત્રમાં મુળજીભાઈ દોડીયા, સુરેશભાઈ વસાવા, કમલેશભાઈ પરમાર, વિરલભાઈ પ્રજાપતિનાં ઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : માસ્ક ધારણ ન કરવા અંગે રૂ.1000 નો દંડ કરવા અંગે ભરૂચ જીલ્લા કલેકટર મારફતે રાજયપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement