ભરૂચ જીલ્લામાં કોરોના મહામારી અત્યંત ઝડપથી વકરી રહી છે. ત્યારે કોરોના દર્દીને અપાતાં સરકારી ઇન્જેકશનનાં કાળા બજાર થતાં હોવાની લોકચર્ચા ચાલી રહી છે. મળતી માહિતી મુજબ ખાનગી તબીબો કોરોના પોઝીટિવ દર્દીઓની સારવાર અંગે બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. ગરીબ કે મધ્યમ વર્ગનાં લોકો ખાનગી તબીબ પાસે સારવાર લઈ શકે નહીં તેવી આર્થિક પરિસ્થિતીનું સર્જન થયું છે. મોંધુદાટ બિલ અપાતું હોવા છતાં અને કોરોના દર્દીઓનાં સગા-સંબંધીઓનું આર્થિક શોષણ થતું હોવાની લોકચર્ચા ચાલી રહી છે. કોરોના તબીબ દર્દી માટે ઇન્જેકશન લખી આપતા હોય છે જે સગા-સંબંધીઓને લઈ આવવા જણાવાઈ છે સગા-સંબંધી ઘણી બધી મેડિકલ દુકાનોમાં આ ઇન્જેકશન શોધખોળ કર્યા બાદ તેમને એવી માહિતી મળે છે કે આ ઇન્જેકશન મળી શકશે નહીં. તેથી સારવાર કરનાર તબીબ એમ જણાવે છે કે હું ગમે ત્યાંથી લઈ આવીશ આખરે તબીબ એ ઇન્જેકશન દર્દીને આપે છે. પરંતુ આ અંગે તપાસ કરતાં એવી ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે તબીબ દ્વારા લખાયેલ ઇન્જેકશન માત્ર સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ હોય છે. સિવિલ હોસ્પિટલથી ખાનગી તબીબ સુધી આ ઇન્જેકશન કેવી રીતે પહોંચ્યુ તે તપાસનો વિષય બની જાય છે. હદ તો ત્યાં થાય છે કે જયારે ખાનગી તબીબ દ્વારા જે-તે ઇન્જેકશન માટે રૂપિયા પાંચ હજાર કરતાં વધુ નાણાં વસૂલ કરવામાં આવે છે. કોરોનાની સારવારમાં પણ જો આવો ભ્રષ્ટાચાર ચાલતો હોય તો કોરોના મહામારીને વખોડવી કે આવા ભ્રષ્ટાચારને વખોડવા તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે. જો આ લોકચર્ચા સાચી હોય તો તંત્ર દ્વારા પગલાં લેવાવાં જોઈએ તેવી લોકમાંગ ઊભી થઈ છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવતા કોરોના ઇન્જેકશનનાં થતાં કાળા બજારની ચાલતી લોકચર્ચા આ અંગે સધન તપાસ થાય તેવી લોકમાંગ….??
Advertisement