ભરૂચમાં કોરોના વાઇરસનાં કહેરની અસર હવે ઉત્સવો પર જણાય છે. સૈયકાઓ જૂના ભરૂચનાં મેળાનો ઉત્સવ તેમજ તમામ ઉત્સવ કોરોના મહામારીનાં પગલે બંધ રહેતા છડીયાત્રા અને મેધરાજાની વિસર્જન યાત્રાની વર્ષોની પરંપરા બંધ રાખવામાં આવી છે. જેના કારણે ભકતજનોમાં દુખની લાગણી જણાય રહી છે. શ્રાવણ વદ સાતમથી શરૂ થતો મેળો પણ બંધ રહેતા હાલ સોનેરી મહેલ ઢોળાવ રોડ મેળાના દિવસો દરમિયાન સૂમસામ જણાઈ રહ્યા છે. કલેકટર દ્વારા કોરોના મહામારીનાં પગલે જાહેર કરાયેલ જાહેરનામાનું પાલન કરવામાં આવી રહ્યું છે. જોકે મેળાનું આયોજન ન થતાં વેપારીઓને જંગી નુકસાન થયું છે. તે સાથે લોકોમાં આનંદ અને ઉમંગની લાગણીમાં પણ મેળો ન યોજાતા ખોટ જણાય રહી છે. ભરૂચ સમસ્ત ભોય જ્ઞાતિ પાંચ દ્વારા આયોજિત કાર્યક્રમોનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તમામ વિધિઓ કોરોનાને ધ્યાને લઈ સાંકેતિક રીતે કરવામાં આવનાર છે. જેના ઓનલાઈન દર્શન https://www.youtube.com/c/BharuchBhoiPanch ની લિંક પર કરી શકાશે. આ લિંક દ્વારા ભક્તજનોને દર્શન કરવા માટે અપીલ કરવામાં આવી છે. કોરોના મહામારીનાં પગલે ભકતજનો પોતાના ઘરે રહી વિવિધ કાર્યક્રમોની વિધિ તેમજ દર્શન કરી શકશે તે પણ એક અનેરો લ્હાવો છે.
ભરૂચ : કોરોનાનાં કારણે મેધરાજાનો મેળો અને છડીયાત્રાનાં કાર્યક્રમો રદ, ભકતો મેધરાજાનાં ઓનલાઈન દર્શન કરી શકશે જાણો વધુ.
Advertisement