કોરોના નો ફરી ઉછાળો થતા તંત્ર દોડતું થયું
ભરૂચ જિલ્લામાં તારીખ. ૦૯-૦૮-૨૦૨૦ ના રોજ આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ કોરોના ના 24 પોઝીટીવ કેસો જણાયા હતા. જેમાં ભરૂચના 10, અંકલેશ્વરના ૧૪ દર્દીઓનો સમાવેશ થાય છે. આજે 24 દર્દીઓ ઉમેરાતા અત્યાંર સુધી ભરૂચ જિલ્લામાં કોરોના ના કુલ આંક 1079 પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. અત્રે નોંધવુ રહ્યુ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ઓછો આવતો હોવાથી તંત્રએ હાશકારાની લાગણી અનુભવી હતી. પરંતુ આજે તા 9-8-2020 ના રોજ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઉછાળો આવતા તંત્ર દોડતુ થયું હતું.
Advertisement