જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ નગર પાલિકામાં ફરજ બજાવતા એક કર્મચારીને કોરોના પોઝીટિવ આવ્યા બાદ બિન સત્તાવાર પ્રાપ્ત થતી માહિતી અનુસાર તેઓના પરિવારના અન્ય 6 જેટલા સભ્યો પણ કોરોના ની જપેટમાં આવ્યા હોવાની માહિતી સામે આવતા ભારે ચકચાર મચ્યો છે. ભરૂચ નગર પાલિકાને જાણે કે કોરોના નું ગ્રહણ લાગ્યું હોય તેમ પ્રથમ પાલિકા સભ્યોમાં કોરોના સંક્રમણ માં આવ્યા હતા. ત્યાર બાદ પાલિકાના કર્મચારીઓ હવે કોરોના સંક્રમણ નું જપેટ માં આવી રહ્યા છે,જે બાબત નગર પાલિકા માં આવતા જતા લોકો અને અધિકારીઓમાં માટે પણ ચિંતા ઉપજાવે તેમ છે. આ બાબતો ઉપરથી તમામ નગર જનોએ નગર પાલિકામાં સાવેચેતી પૂર્વક પ્રવેશ કરવો જોઈએ સાથે જ કામ વગર આવા સ્થળોની મુલાકાત લેવાનું પણ ટાળવું જોઈએ સાથે જ પ્રાઉડ ઓફ ગુજરાત જાહેર જનતાને અપિલ કરી રહ્યું છે કે કોરોના મહામારીને હાલ માં મજાક માં લેવા જેવી બાબત નથી. જો તમારા પરિવાર કે ઘર ના કોઈ સભ્યને કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો તાત્કાલિક તેની તપાસણી કરાવવી જરૂરી છે જેથી તમારા પરિવાર ના અન્ય સભ્યો આ મહામરીની જપેટ માં ન આવે તે બાબતે પણ આપણે સૌએ જાગૃતા દર્શવાવી હાલના સમયમાં જરૂરી જણાય છે.
ભરૂચ નગર પાલિકાના કર્મચારી કોરોના પોઝીટિવ આવ્યા બાદ તેના પરિવારના અન્ય સભ્યો પર કોરોના પોઝીટિવ આવતા ખળભળાટ
Advertisement