Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં કિશનાડ ગામમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

Share

પાલેજ પોલીસ મથકની હદમાં આવેલા ભરૂચ તાલુકાના કિશનાડ ગામમાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તરૂણાબેન હેમેન્દ્રકુમાર મુકેશભાઈ રાવળ હાલ રહે. કિશનાડ મૂળ રહે. ધોળીકુઈ ભરૂચ નાઓ ગતરાત્રીના ૧૧ થી ૧૨:૩૦ વચ્ચે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. તરૂણાબેન તેમના પતિને ત્રણ દિવસથી પોતાના પિયરમાં જવાનું કહેતા હતા. પતિએ પોતાની પત્નીને હાલમાં નાણાં ન હોવાનું જણાવી નાણાં આવશે તો તને પિયર મોકલીશું એમ કહેતા તરૂણાબેનને લાગી આવતા તેણીએ પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ સંદર્ભે તરૂણાબેનના પતિએ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આદર્શ ઉદાહરણરૂપ મતદાનમથકનું ઉદ્ધાટન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા*

ProudOfGujarat

ભરૂચ તાલુકા ના તવરા ગામે સોખડા મંદિર ના પ્રેમ સ્વરૂપ સ્વામીની આત્મીય સભા યોજાઈ

ProudOfGujarat

નર્મદાના જીતનગરમાં 347 કેદીઓની ક્ષમતા ધરાવતી જેલમાં જૂની સબ જેલના 45 કેદીઓને ટ્રાન્સફર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!