Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામમાં આવેલા આદિવાસી સમાજનાં સ્મશાનમાં ૧૪ માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયત દ્વારા બ્લોક પેવરનું કામ કરાતા આદિવાસી સમાજમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી.

Share

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામમાં આવેલા આદિવાસી સમાજનાં સ્મશાનમાં ૧૪ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયત દ્વારા બ્લોક પેવરનું કામ કરાતા આદિવાસી સમાજમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી. બ્લોક પેવરનુ કાર્ય પૂર્ણ થતા શનિવારનાં રોજ આદિવાસી સમાજના આગેવાનના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરાયું હતું.

બ્લોક પેવર બેસાડતા સ્મશાનમાં અંતિમવિધિ સમયે જે હાલાકી પડતી હતી તે હવે દૂર થશે. સદર કામ વાગરા મતવિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ ગ્રામ પંચાયતના કાર્યકારો સરપંચના સહિયારા પ્રયાસોથી પૂર્ણ થતા આદિવાસી સમાજ દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરાયો હતો.

Advertisement

Share

Related posts

દમણ દરિયા કિનારે 2 યુવકોને ડૂબતા રેસ્કયુ કર્યા બાદ દરિયા કિનારે પ્રવાસીઓને ન્હાવા પર જિલ્લા કલેકટરે પ્રતિબંધ લગાવ્યો.

ProudOfGujarat

ભરૂચ લોકલ બ્રાન્ચે ચાઇના કોલોની પાછળથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

ProudOfGujarat

રાજપીપળા શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનું થર્મલ સ્કેનિંગ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!