ભરૂચ જીલ્લામાં ઠેરઠેર સોસાયટી અને શોપિંગ સેન્ટરોમાં સિકયુરી ગાર્ડની જરૂરિયાત મોટાપાયે જણાય રહી છે. ત્યારે બનાવટી લાયસન્સ ધારણ કરી 12 બોરની બંદૂક 5 કારતૂસ સાથે સિકયુરિટીની ફરજ બજાવતો એક આરોપી ઝડપાયો હતો. જયારે તેનો સાથ આપનાર આરોપી ફરાર હોવાનું એસ.ઓ.જી. પોલીસે જણાવ્યુ હતું. એસ.ઓ.જી. પોલીસ તથા પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ દ્વારા એસ.ઓ.જી. પી.એન.પટેલ, પી.એસ.આઇ. એમ.આર. શકોરિયા તથા પેરોલ ફર્લો સ્કોડ પી.એસ.આઇ. બી.ડી. વાધેલાએ સંયુકત રીતે મળેલી બાતમીનાં આધારે મૂળ યુ.પી. નાં અને હાલમાં ભડકોદ્રા વિસ્તારમાં આવેલ તૃપ્તિ એપાર્ટમેન્ટમાં રહેતા આરોપી ધર્મેન્દ્રસિંહ રાધેશ્યામસિંહ રાઠોડ આરોપી વિજેન્દ્રસિંહ ચૌહાણની મદદથી ભરૂચ જીલ્લામાં 12 બોરની સિંગલ બેરલ બંદૂક રાખી બનાવટી લાયસન્સ બનાવી ગનમેન તરીકે નોકરી કરતાં હોવાનું જણાયું હતું. તૃપ્તિ એપાર્ટમેન્ટ ભડકોદ્રા અંકલેશ્વર ખાતે પોતાની પાસેની રૂ.20,000 કિં. ની 12 બોરની સિંગલ બેરલ બંદૂક તથા રૂ.250 નાં કારતૂસ સાથે પોલીસે ઝડપી પાડયો હતો. એક આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જયારે વોન્ટેડ આરોપી વિજેન્દ્રસિંહની શોધખોળ શરૂ કરી હતી.
ભરૂચ : બનાવટી લાયસન્સ સાથે 12 બોરની બંદૂક અને 5 કારતૂસ સાથે નોકરી કરતો સિકયુરિટી ગાર્ડ ઝડપાયો.
Advertisement